ખરાબાના પ્લોટમાં પાણી નીકળવા મામલે પિતા-પુત્રો પર ભરવાડ પરિવારનો હુમલો - At This Time

ખરાબાના પ્લોટમાં પાણી નીકળવા મામલે પિતા-પુત્રો પર ભરવાડ પરિવારનો હુમલો


શીતળાધાર 25 વારીયામાં ખરાબાના પ્લોટમાં પાણી નીકળવા મામલે પિતા-પુત્રો પર ભરવાડ પરિવારે લાકડીથી હુમલો કરતાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા સોલવંટ શીતળાધાર 25 વારીયા માં સરદાર ગૌશાળા પાછળ રહેતાં ભુપતભાઇ ભીખુભાઇ ઝુંડાળા (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજુ ભાયા ભરવાડ, પરેશ ભાયા ભરવાડ, જીવણ ભાયા ભરવાડ અને મનકો (રહે. તમામ કોઠારીયા સોલવંટ) નું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના તેઓની નજીક રહેતા રાજુભાઇ ભરવાડ અને તેનો ભાઇ મનકો તેઓના ઘર પાસે આવી કહેવા લાગેલ કે, તમારુ નકામુ પાણી અમારા પ્લોટમા કેમ આવવા દયો છો, કહી ઝગડો કરવા લાગેતાં બંને ભાઈઓને કહેલ કે, આ ખાલી પ્લોટ ખરાબાનો છે અને ઢાળ તે બાજુ છે એટલે પાણી જાય છે શુ કામ ખોટી રિતે ઝગડો કરો છો કહી સમજાવેલ હતાં.
બાદમાં સાંજે રાજુ ભરવાડ, પરેશ ભરવાડ, જીવણ ભરવાડ અને મનકો તેઓના ઘરે ઘસી આવ્યા હતાં અને તેમની પુત્રવધૂને ગાળો આપી કહેવા લાગેલ કે, તને શેની હવા છે અને અમારા પ્લોટમા પાણી આવવા દેતી નહી કિધું છે છતા કેમ સમજતી નથી કહીં ઝઘડો કરતાં હતાં. જેમને તેઓએ કહેલ કે, શુ કામ માથાકુટ કરો છો આ પ્લોટ બાજુ ઢાળ છે એટલે પાણી તે બાજુ જાય છે કહેતા ચારેય શખ્સો ઉશ્કેરાયા હતાં અને દરમિયાન ફરિયાદીનો પુત્ર વચ્ચે પડતાં પરેશ ભરવાડે તેને લાકડીનો ઘા માથાના ભાગે ઝીંકી દેતાં તે નીચે પડી ગયો હતો.
ફરિયાદીને રાજુ ભરવાડે લાકડી માથામાં અને હાથમાં ફટકારતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. તેમજ તેમનો બીજો પુત્ર ગૌતમ વચ્ચે આવતાં તેમને ઓન લાકડીથી આરોપીઓએ ફટકારી ચારેય શખ્સો તમને જોઇ લેશુ કહી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્ત પિતા-પુત્રોને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી એએસઆઈ વિ.બી.સુખાનંદી અને ટીમે આરોપીઓને પકડવા દોડધામ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.