ગરબાડા:દાહોદ અલીરાજપુર હાઇવે પર ભાભરા ચોકડી પાસે કરોડોના ખર્ચે નવીન બનાવેલ રોડ ધોવાઈ મસમોટું ગાબડું પડતાં તંત્રની પોલ ખુલી.
કરોડાના ખર્ચે બનાવેલ હાઇવે પર મસમોટું ગાબડું પડતા કોન્ટ્રાકટરની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.
હાલ ૨૪ કલાકમાં મુશળધાર વરસેલા વરસાદના કારણે ગરબાડા તાલુકા સહિત પંથકમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ ઉપર ઝાડ પડવાના તેમજ ઘરોને નુકસાન થવાના બનાવો બનવા પામ્યા છે ત્યારે ગરબાડા નગરમાં હાલ જ બનાવેલ નવીન દાહોદ અલિરાજપુર હાઈવે પર ભાભરા ચોકડી પાસે વરસાદના કારણે રોડની સાઈડમાં મસમોટું ગાબડું પડતા તંત્રની પોલ ખુલી જવા પામી છે ત્યારે કોન્ટ્રેક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં યોગ્ય મટીરીયલ વાપરવામાં આવ્યું છે ? અને કેટલું યોગ્ય કામ કરવામાં આવ્યું છે તે આ રોડ પર પડેલ મસમોટા ગાબડા પુરાવો આપે છે જેની કામગીરી સામે લોકો દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.