મહીસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો યુવતીની શોધખોળ શરૂ - At This Time

મહીસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો યુવતીની શોધખોળ શરૂ


મહીસાગર નદીના દેગમડા પુલ પરથી નદીમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે પુલ ઉપરથી આવતા જતા લોકોના ટોળા એક્ઠા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. લુણાવાડા નગરપાલિકા ફાયરબ્રિગેડ ટીમે નદીમાં શોધખોળ હાથ ધરતા ગણતરીના કલાકોમાં યુવકની લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. મરનાર યુવક ખાનપુર તાલુકાના નેસડા ગામનો મહેશ પાંડોર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે તો સતત બીજા દિવસે વરસતા વરસાદમાં પણ લુણાવાડા ફાયર વિભાગની ટીમ મહીસાગર નદીમાં યુવતીની શોધખોળ કરી રહી છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.