અરવલ્લી જિલ્લામાં અંબાજી પગપાળા યાત્રા કરનાર પદયાત્રીઓ તેમજ વાહન ચાલકોને જરૂરી સુચનો. - At This Time

અરવલ્લી જિલ્લામાં અંબાજી પગપાળા યાત્રા કરનાર પદયાત્રીઓ તેમજ વાહન ચાલકોને જરૂરી સુચનો.


અરવલ્લી જિલ્લામાં અંબાજી પગપાળા યાત્રા કરનાર પદયાત્રીઓ તેમજ વાહન ચાલકોને જરૂરી સુચનો.

પદયાત્રીઓએ તેમજ મોટર વાહન ચાલકોએ નીચે મુજબની સુચનાઓનું પાલન કરવા નમ્ર વિનંતી છે.

પદયાત્રીઓએ રાખવાની કાળજી.

૧. પગપાળા યાત્રીઓ રોડની જમણી બાજુ ચાલવું વધુ સલામતી ભર્યું છે. રોડની જમણી બાજુ ચાલવાથી

(અ) વાહન ચાલકની ભુલથી બચી શકાશે, વાહન સામેથી આવતું દેખાશે.
(બ) આકસ્મિક સંજોગોમાં પણ પદયાત્રી પોતાની જાતને બચાવી શકશે.

ર. પદયાત્રીઓ એ તેમના કપડા અથવા બેગ પર રેડીયમ લગાડવા અથવા ટોર્ચ લાઇટનો ઉપયોગ કરવો.

વાહન ચાલકોએ રાખવાની કાળજી.

૧. પદયાત્રીઓની અવર-જવર હોવાથી
વાહન ધીમે હાંકો.
૨. સેવા કેમ્પ વાળા વિસ્તારમાં વાહન ધીમે હાંકો.

સેવા કેમ્પ આયોજકોને કેમ્પ રોડની જમણી બાજુએ કરવા જેથી પદયાત્રીઓ જમણી બાજુએ ચાલે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.