એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા શિક્ષક શેખ મો.સિદ્દીક યુસુફભાઈ પ્રથમ નંબરે - At This Time

એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા શિક્ષક શેખ મો.સિદ્દીક યુસુફભાઈ પ્રથમ નંબરે


જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ દાહોદ માર્ગદર્શિત અને બી.આર.સી ભવન દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ગરબાડા તાલુકાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ નો ચંદલા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી શાળાના શિક્ષક મિત્રોએ શિક્ષણમાં સુધારા લાવવા ઉપર ઈનોવેશન કર્યા હતા. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માંથી ગરબાડા તાલુકાના લાયઝન ફતેસિંહ ગણાવા હાજર રહ્યા હતા તેમજ બીઆરસી ડો.પ્રિયકાન્ત ગુપ્તા માધ્યમિક શાળા માંથી હસમુખભાઈ સી.આર.સી, કૃપાલભાઈ સી.આર.સી,જીતેન્દ્રભાઈ સી.આર.સી, વિશાલભાઈ વનરાજભાઈ વગેરે હાજર રહ્યા હતા અને લાઇઝન અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક શેખ મોહમ્મદ સિદ્દીક યુસુફભાઈ એ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં થ્રીડી ગેમ દ્વારા અધ્યયન નિષ્પતિ કંઈ રીતે સિદ્ધ કરવી તેના વિશે પ્રયોગ મૂક્યો હતો જે તાલુકામાં પ્રથમ નંબરે પસંદ થયો હતો હવે આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લઈ ગરબાડા તાલુકાનું નેતૃત્વ કરશે. તે બદલ તમામ મિત્રો દ્વારા પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.