શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસનો મેળો ભીમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો
શ્રાવણ માસના અંતિમ દિવસે ભાદરવી અમાસનો મેળો ભીમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલ છે 5000 વર્ષ જુનું પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે ભાદરવી અમાસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચુડાસમા રાજપૂત સમાજના ગાંફ ઠાકોર સાહેબ પરિવાર દ્વારા 451 માં વર્ષે 451 મી વખત વિધિવત રીતે ગોરાસુ ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિર થી શોભાયાત્રા સાથે ભીમનાથ ખાતે આવી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે 52 ગજ ની ધ્વજા ચઢાવી પૂજન અર્ચન કર્યું, જેમાં ગાંફ ઠાકોર સાહેબ વીરભદ્રસિંહ ચુડાસમા તેમજ ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ યુવરાજ સાહેબ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, ત્યારે મંદિર ખાતે પંથકનો સૌથી મોટો લોકમેળો યોજાયો, નીલકા નદી ના કાંઠે ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું હતું જેમાં પંથકના હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભીમનાથ મહાદેવ ના દર્શન અને પૂજન અર્ચન માટે ઉમટી પડ્યા હતા, તો નાના બાળકોથી લઈ યુવાનો મહિલાઓ હજારોની સંખ્યામાં લોકમેળો માણવા ઉમટી પડ્યા હતા, તો આ તકે ભીમનાથ મહાદેવ મંદિરના મહંત મહામંડલેશ્વર આશુતોષગિરી ગોસ્વામી એ સૌ ભાવિક ભક્તોને આશીર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.