ચોટીલા જલારામ મંદિર નજીક ચોખાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોટીલા પોલીસે રૂ.19 લાખથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસે ખાનગી હકીકતના બાતમી આધારે ચોટીલા રેસ્ટ હાઉસ નજીકથી ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ થયો છે ચોટીલા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લીધો છે ચોટીલા હાઈવે પર જલારામ મંદિર પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ટ્રક પસાર થતા તેમાં તલાસી લેતા જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકીને તેમાં તપાસ કરતા ટ્રકમાં ચોખાની બોરીઓ હતી જો કે ચોખાની બોરીઓ નીચે તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની પેટીઓ હતી જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી ચોટીલા પીઆઈ જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમે રૂ.19 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળીને કુલ રૂ. 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે ટ્રકચાલક સામે દારૂ અંગેનો કાયદેસર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ વિદેશી દારૂ કોનો હતો ? અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો ? તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે ચોટીલા પોલીસ દ્વારા પંજાબના રહીશ ચાલકની સઘન પુછપરછ કરતા આ જથ્થો રાજકોટ ગોંડલ થઇ જેતપુર લઈ જવાતો હોવાની હકીકત ખુલી હોવાની સાથે વિદેશી દારૂના જથ્થા સાથે લોડ કરેલી ટ્રક લુઘીયાનાથી તેને સોંપવામા આવી હોવાનું સામે આવ્યું છે હાલ તો ચોટીલા પોલીસે રૂ.19 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક મળીને કુલ રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.