ઠંડકમાં ફરવું હોય તો ભાડું વધારેથશે, AC બસની ટિકિટ મોંઘી થઈ
ઈ-બસ આવવાથી ફાયદો થવાને બદલે શહેરીજનો પર બોજ વધ્યો
ડીઝલ સિટીબસમાં જે ટિકિટ 29માં હતી તેના હવે રૂ.45 આપવા પડશે
રાજકોટ મહાનગરપાલિકાની બસ સેવામાં પહેલા બીઆરટીએસ અને ધીમે ધીમે સિટીબસ સેવામાં ઈલેક્ટ્રિક બસ મુકવામાં આવી રહી છે. હજુ પણ ડીઝલ સિટીબસ દોડી રહી છે જેને ક્રમશ: ઘટાડાશે. ઈ-બસ આવતા લોકોને એસીમાં ઠંડકભરી અને ઝડપી મુસાફરી મળશે તેવી આશા હતી. તેવું જ થઈ રહ્યું છે પણ હવે તેનો ભાવવધારો ખમવાનો વારો આવ્યો છે.
મનપાના સત્તાધીશોએ અગાઉ જાણ કર્યા વગર પાછલા બારણે ટિકિટના દરમાં વધારો કરી દીધો છે. ડીઝલ સિટીબસમાં જેટલું ભાડું છે તેટલું જ રહ્યું છે પણ ઈ-બસમાં એસીની સુવિધા બદલ અમુક કિસ્સાઓમાં દોઢા ભાડા લેવાઈ રહ્યા છે. આ ભાડાવધારો કિલોમીટરના ધોરણે અપનાવાયો છે. જેમાં ડીઝલ બસમાં 30 કિ.મી. સુધીના અંતરના મહત્તમ 29 રૂપિયા લેવાય છે ત્યાં એસી સિટી ઈ-બસ મુકાતા હવે 45 રૂપિયા લેવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.