માધાપર બ્રિજ 25મી પછી ખુલ્લો મુકાશે
રાજકોટવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો હવે ટૂંક સમયમાં આવશે અંત
50 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી ટૂંક સમયમાં મળશે કાયમી મુક્તિ
રાજકોટથી અમદાવાદ અને જામનગર જવા માટે મહત્ત્વના માધાપર ઓવરબ્રિજની કામગીરી હવે વાસ્તવિકતામાં પૂર્ણતાના આરે પહોંચી છે અને આગામી તા.25મી બાદ તેનું લોકાર્પણ કરી શકાશે તેમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તેનું લોકાર્પણ કોના હસ્તે કરાવવું તેનો નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ 50 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.