સુપ્રીમ.કોર્ટે.કેન્દ્ર.સરકાર.ને.સવાલ. પૂછ્યો કે.૨૭ માંથી.માત્ર.ત્રણ. જંતુનાશકો. પર. પ્રતિબંધ.કેમ? લોકસ્વરાજ - At This Time

સુપ્રીમ.કોર્ટે.કેન્દ્ર.સરકાર.ને.સવાલ. પૂછ્યો કે.૨૭ માંથી.માત્ર.ત્રણ. જંતુનાશકો. પર. પ્રતિબંધ.કેમ? લોકસ્વરાજ


સુપ્રીમ.કોર્ટે.કેન્દ્ર.સરકાર.ને.સવાલ. પૂછ્યો કે.૨૭ માંથી.માત્ર.ત્રણ. જંતુનાશકો. પર. પ્રતિબંધ.કેમ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, તેણે દેશમાં પ્રતિબંધિત કરવા માટે માત્ર ત્રણ જંતુનાશકોની યાદી કેમ આપી છે? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મામલે સોગંદનામું દાખલ કરવા કહ્યું છે. આ સોગંદનામામાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવવા કહ્યું છે કે, ‘૨૭માંથી માત્ર ત્રણ જંતુનાશકો ૫૨ કયા આધારે કાર્યવાહી કરવામાં આવી છે'. સરકારી વકીલે દલીલ કરી હતી કે દરેક બાબતની એક પ્રક્રિયા હોય છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ડૉ. એસ.કે. ખુરાના સબ-કમિટીના અંતિમ અહેવાલ અને ડૉ. ટી.પી. રાજેન્દ્રનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા ૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સબમિટ કરેલા અહેવાલને રેકોર્ડ પર મૂકવાનો નિર્દેશ આપ્યો છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જમશેદ બુર પારડીવાલાની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વનશક્તિ સંસ્થા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં ભારતમાં વેચવામાં આવતાં હાનિકારક જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. તેના આધારે આરોગ્ય.

પર.જંતુનાશકોની..અસરો.વિશે.જણાવવામાં.આવ્યું.છે.સરકારી વકીલે કહ્યું કે તેઓ કમિટીના રિપોર્ટ અંગે બેંચને જાણ કરશે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ના, તમે જે કહેવા જઈ રહ્યા છો તે બધાને કહ, કારણ કે સામે પક્ષે પણ કોર્ટમાં બધું જાણવું જોઈએ. અરજદારો તરફથી એડવોકેટ પ્રશાંત ભૂષણે પણ રજૂઆત કરી હતી કે જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ઓછામાં ઓછાં ૨૭ જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાનો હતો. બીજી તરફ, એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની અરજીઓ ખોટા હેતુઓ સાથે દાખલ કરવામાં આવી રહી છે અને આ હેતુ માટે કોર્ટનો ઉપયોગ થવો જોઈએ નહીં. આવી સ્થિતિમાં કોર્ટે કહ્યું છે કે જો તમે તમારું કામ બરાબર કર્યું હોત તો અમે સુનાવણી હાથ ધરી ન હોત.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આવી અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં ૧૦૦થી વધુ જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી છે કે પશ્ચિમી દેશોમાં આવાં જંતુનાશકો

નટવરલાલ.જે. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.