પવનચક્કીનાં સામાજિક-આર્થિક અને ન્યાયિક પાસાઓ.."મુદિતા.વિદ્રોહી. લોકસ્વરાજ" - At This Time

પવનચક્કીનાં સામાજિક-આર્થિક અને ન્યાયિક પાસાઓ..”મુદિતા.વિદ્રોહી. લોકસ્વરાજ”


પવનચક્કીનાં સામાજિક-આર્થિક અને ન્યાયિક પાસાઓ.."મુદિતા.વિદ્રોહી. લોકસ્વરાજ"

આપણા દેશમાં ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે મહદઅંશે કોલસા પર આધાર રાખ્યો છે. વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે કોલસા દ્વારા એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા દેશની આશરે ૭૮.૨ ટકા ઊર્જાની જરૂરિયાત પૂરી થાય છે. આ ઊર્જા ખૂબ પ્રદૂષણકારી ઊર્જા છે અને તેમાં પર્યાવરણનું મોટા પાયે નુકસાન પણ થાય છે. આથી આ ઊર્જાનો વિકલ્પ શોધવો પડે તે વાતમાં કોઈ શંકા હોઈ શકે નહિ, પણ વધારે અગત્યનું એ છે કે વૈકલ્પિક ઊર્જાને નામે બીજું જે કંઈ પણ થાય તેને આંખો મીચીને સ્વચ્છ ઊર્જા માની બેસતા પહેલાં તેના વિશે જરા ઊંડાણથી સમજવું પડે, તેને વૈકલ્પિક ઊર્જા ભલે કહીએ પણ વૈકલ્પિક હોવાને લીધે તે સ્વચ્છ જ હોય અને પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચાડતી હોય એવું જરૂરી નથી. ગયા અંકમાં આપણે પવનચક્કી સાથે સંકળાયેલા મુખ્યત્વે પર્યાવરણીય પ્રશ્નો વિશે વિગતે જોયું. એના પરથી સમજાયું કે દેખીતી રીતે સ્વચ્છ હોવાનો આભાસ આપતી પવનઊર્જા પણ, નથી તો ૧૦૦ ટકા સ્વચ્છ કે નથી તો તે ટકાઉ.

આજે જે ગતિથી પવનચક્કીઓ લાગી રહી છે અને તેના લીધે સ્થાનિક લોકો અને સ્થાનિક પર્યાવરણ અને જૈવ-વિવિધતા જે રીતેઅસર પામી રહ્યાં છે તે રીતે જો વધારે મોટા જથ્થામાં છે. ઊર્જા, પવન દ્વારા મેળવવાનું ધ્યેય નક્કી કરવામાં આવે તો શા હાલ સર્જે તે સમજવું જરૂરી છે. આજે દેશની કુલ ઉત્પાદિત ઊર્જામાં માત્ર ૧૨.૩ ટકા ઊર્જા, એ ઊર્જાના રિન્યુએબલ એટલે કે પુનઃપ્રાપ્ય સ્રોતો જેવા કે નાના હાઇડ્રો પ્રોજેકટ, સોલાર,પવન ઊર્જા, બાયોમાસ અને બાયોગેસમાંથી મેળવવામાં આવેછે. મોટા હાઇડ્રો પ્રોજેકટ અને ન્યુક્લિયર એટલે કે પરમાણુ ઊર્જાને રિન્યુએબલ ઊર્જાના સ્રોતો તરીકે ગણતરીમાં લેવામાં આવતા નથી. આમ જોઈ શકાય છે કે, પવનઊર્જાનો હિસ્સો ખૂબ જ નાનો છે. આટલો નાનો હિસ્સો હોવા છતાં જો આટલી બધી તકલીફ ઠેર-ઠેર સામે આવી રહી હોય તો આ હિસ્સો જેમ-જેમ વધારતા જવાની કવાયત હાથ ધરવામાં આવશે, જેની શરૂઆત થઈ ગઈ છે, તો કેટકેટલાં જોખમોનો સામનો કરવાનો આવશે તે વિશે ઊંડાણથી ચિંતન કરવાની જરૂર છે.પહેલા.તો.એ.સમજવાની.જરૂર.છે.દેશમાં.જે. કઈ.પણ.ઊર્જા.જે.કોઈ.પણ.સ્ત્રોત.દ્વારા.ઉત્પાદિત.કરવામાં.આવે.છે.તે.ઊર્જા.નો.વપરાશ.ક્યાં.થાય.છે.દેશ.માં.ઊર્જા.નો. સોંથી વધારે.વપરાશ.

ઉદ્યોગો દ્વારા થાય છે. ઉદ્યોગો આશરે ૪૧.થી ૪૨ ટકા કુલ ઉત્પાદિત ઊર્જા વાપરે છે. ઘરગથ્થુ વપરાશ આશરે ૨૫ ટકા છે, ખેતીમાં આશરે ૧૭ ટકા અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રમાં આશરે ૮ ટકા ઊર્જા વપરાય છે. આમ ઊર્જાનો મોટો ભાગ ઉદ્યોગો વાપરે છે. આપણે સૌ જાણીએ જ છીએ કે, ગામડાનાં ઘરોના સરેરાશ વપરાશ કરતાં શહેરોનાં ઘરોમાં ઊર્જાનો સરેરાશ વપરાશ વધારે જ હોય છે. એ ઉપરાંત, શહેરોને ઝળહળતાં રાખવાં, શહેરોની મોટી-મોટી દુકાનો અને અન્ય વ્યાવસાયિક માળખાઓને ચમકતાં અને વાતાનુકુલિત રાખવાંમાટે ઊર્જાનો પ્રચંડ જથ્થો વાપરવામાં આવે છે.

પણ આ આખી પ્રક્રિયામાં મહત્ત્વનો મુદ્દો એ છે કે, કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્પાદન અને ઉત્પાદનની આગળ-પાછળની પ્રક્રિયાઓ મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. આમ, ગામડાઓ ઊર્જાના ઉત્પાદન માટે ભોગ આપે છે, ઘણું સહન કરે છે, પરંતુ તેનાં ફળ, ઉદ્યોગો અને શહેરી મહદઅંશે વાપરે છે. ખેતીમાં જે આઠ કલાક વીજળી આપવામાં આવે છે તે પણ કોઈ નિશ્ચિત સમયે આપવામાં આવતી નથી. આમ ઊર્જાનું ઉત્પાદન કોના ભોગે અને કોના માટે, તે મુદ્દો ચિંતન માગી લે છે.

હવે વાત કરીએ પવનચક્કીની. આગલા એકમાં આપણે જોઈ ગયા કે, પવનચક્કી સ્થાનિક સ્તરે કેવા પ્રકારનું નુકસાન કરે છે અને સ્થાનિક લોકો પણ સ્વાસ્થ્યની રીતે અને અન્ય રીતે કેવી રીતે તેનાથી પ્રભાવિત થાય છે. જો ગામડાંના જ ભોગે અન્ય તમામ ઊર્જાની જેમ પવનઊર્જા પણ ઉત્પાદિત કરવાની હોય તો તેમાં ગામડાઓના લાભનું શું તે પ્રશ્ન છે. આજે જે રીતે પવનઊર્જા ઉત્પાદિત થઈ રહી છે તે પવનચક્કીમાંથી સીધી મુખ્ય ગ્રીડમાં ઊર્જા મોકલી આપે છે. ઊર્જાનો બધો જથ્થો એકત્ર કરવામાં આવે છે અને તેનું વિતરણ સામાન્ય રીતે જેમ થતું આવ્યું છે અને થઈ રહ્યું છે તે મુજબ જ થાય છે. એનો અર્થ એ થયો કે, આગળ વાત કરી તેમ ગામડાંના ભોગે ઊર્જા ઉત્પન્ન તો થાય છે, પણ ગામડાં તેના લાભાર્થી નથી.

જેમ મોટા હાઇડો પ્રોજેક્ટ્સને રિન્યુએબલ નથી માનવામાં આવતા તેમ જ આ મહાકાય પવનચક્કીઓને પણ ગ્રીન કે રિન્યુએબલ ઉપયોગ કરી ઊર્જાનું ઉત્પાદન થાય તે ખૂબ આવકારદાયક

નટવરલાલ.જે. ભાતિયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.