રોકડ રૂ.૭૮,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં સાત માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૭૮,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં સાત માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક *શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે*ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૪/૦૯/૨૦૨૩ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન *શકિતસિંહ સરવૈયા પો.કોન્સ.,પેરોલ ફર્લો સ્કવોડ, ભાવનગરનાઓને બાતમી મળેલ કે,* રૂપાવટી રોડ, વાણીયા વેણની બાજુમાં આવેલ અશોકભાઇ શંભુભાઇ ઇટોલીયા રહે.ગારીયાધારવાળાની વાડીની બાજુમાં આવેલ ગારીયાધારના જુના ખારાની ગૌચર જમીનમાં જાહેર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જુગાર રમે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
*આરોપીઓઃ-*

1. અશોકભાઇ શંભુભાઇ ઇટોલીયા ઉ.વ.૪૫
2. મનુભાઇ ભીખાભાઇ ઝાલાવાડીયા ઉ.વ.૫૮
3. અશોકભાઇ વલ્લભભાઇ કાત્રોડીયા ઉ.વ.૪૪
4. અલ્પેશભાઇ પ્રવિણભાઇ ગોંડલીયા ઉ.વ.૩૮ રહે.નં.૧ થી ૪ પંચરત્ન સોસાયટી,ગારીયાધાર જી.ભાવનગર
5. દિપકભાઇ મનજીભાઇ ઘંટાળા ઉ.વ.૩૮ રહે.સુખનાથ પ્લોટ, ગારીયાધાર જી.ભાવનગર
6. વેલાભાઇ આતુભાઇ મેવાડા ઉ.વ.૪૨ રહે.શીવશક્તિ પ્લોટ,વિરડી રોડ,ગારીયાધાર જી.ભાવનગર
7. માધુભાઇ મોહનભાઇ ગોગદાણી ઉ.વ.૫૩ રહે.વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૭૮,૨૦૦/-મળી *કુલ કિ.રૂ.૭૮,૨૦૦/-નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,,શકિતસિંહ સરવૈયા, મજીદભાઇ શમા, પદુભા ગોહિલવગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.