મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર 11 સામે ગુનો દાખલ
તાજેતરમાં એટીએસની ટીમે આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતા ત્રણ બંગાળી કારીગરને સોની બજારમાંથી ઝડપી લીધા હતા. જે પછી સ્થાનિક પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હતું મોટાપાયે પરપ્રાંતીય કારીગરોની નોંધણી અને મિલ્કત ભાડે આપ્યાની નોંધો થઇ હતી. તેમ છતાં કેટલાક લોકોએ હજુ પણ નોંધણી ન કરાવી હોવાની માહિતીના આધારે ગઇકાલે એસઓજી દ્વારા સોની બજારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
પરપ્રાંતિય વ્યકિતને મિલ્કત ભાડે આપો ત્યારે પોલીસમાં જાણ કરવી તેવું જાહેરનામુ છે. તેમ છતાં જાણ ન કરતા 11 આસામીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે એસઓજીએ ગુના દાખલ કરાવ્યા હતા.એસઓજી પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શનમાં એએસઆઇ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશ અમરેલીયા વગેરે ટીમે સોની બજારના ગિરિરાજ ચેમ્બરમાં તપાસ કરતા નથુરામ ભીવાજી માને (રહે. દિવાનપરા), બબલુ અબ્દુલ મલીક (રહે. ભગવતીપરા), પ્રિયાબેન સોનુભાઇ પ્રમાણિક (રહે. કુંભારવાડા), મિલન ધનસુખ માંડલીયા (રહે. દિવાનપરા), રાજેશ બાબાશો મરાઠી (રહે. ગુંદાવાડી), સજજનદાસ વ્યોમકેશદાસ (રહે. લીંબડી), પંકજ વનમાળી સાહોલીયા (રહે. જયરાજ પ્લોટ) સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
આ કોમ્પ્લેક્ષના પહેલા અને બીજા માળે આવેલી દુકાનોમાં પરપ્રાંતીય કારીગરો ભાડે રહેતા હતા. આ તરફ ભકિતનગર પોલીસે વિરાણી અઘાટમાં શેરી નં.રમાં આવેલ મકાન પરપ્રાંતિયને ભાડે આપી જાણ ન કરનાર રવિ દિનેશ પાટોડીયા (રહે. રામ પાર્ક, હરિધવા રોડ) સામે કાર્યવાહી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.