વિસાવદર તાલુકાના સરસઈ રોહિદાસ આશ્રમમા ગંગા પ્રાગટ્ય મહોત્સવનુ ભવ્ય આયોજન થયુ.
વિસાવદર તાલુકાના સરસઈ રોહિદાસ આશ્રમમા ગંગા પ્રાગટ્ય મહોત્સવનુ ભવ્ય આયોજન થયુ સોરઠ કાઠિયાવાડની પાવન ધરતી ઉપર કાંઈ કેટલા જતી સતી શૂરવીર સઁતો ભક્તો થઇ ગયા. એવા વિસાવદરથી થોડે દૂર આવેલ સરસઈ ગામે આવેલ સંત રોહિદાસ કે, જેઓ ચમાર જ્ઞાતિમા જનમ્યા હતા.તેમનો સંત રોહિદાસ આશ્રમ સરસઈ ખાતે આવેલ છે.પ્રથમ કોટીના સંત જેમને સંત શિરોમણીથી ઓળખવામાં આવે છે. જેમની પ્રભુ ભજન ભક્તિ અપરંપાર છે. ઈશ્વર પ્રત્યેની તેમની અપાર ભક્તિથી ખુદ મા ગંગા શ્રાવણ માસની અમાસના દિવસે રોહિદાસ આશ્રમ સરસઈ ગામે રોહિદાસ ભક્તના ચમાર કુંડમા માતા ગઁગા સ્વયંભુ પોતે આ દિવેસ પ્રગટ થઇ પોતાના પરમ ભક્ત રોહિદાસને દર્શન આપ્યા હતા.આજે પણ આ આશ્રમમા ગઁગા કુંડ હયાત છે.આ દિવસથી કરોડો લોકો આ ગઁગા કુંડના દર્શન કરી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.દર વર્ષે આ ગઁગા પ્રગટ્ય દિવસ ભોજન, ભજન, અને ભક્તિ ભાવથી ઉજવવમાં આવે છે તારીખ 13/9/23ને બુધવારના રોજ ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું..આ ગંગા પ્રગટ્ય દિવસે જલંધર (પંજાબ )થી શ્રી 108 સંત નિરંજનદાસજી પધાર્યા હતા.સાથે રાત્રીના સંતવાણીનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હેમન્ત પરમાર, ચંદ્રેશ પરમાર,શોભના દાફડા, અંકિત રાઠોડ વગેરે કલાકારો પોતાની વાણિનો લાભ આપ્યો હતો.આશ્રમના અગ્રણી ચંદુભાઈ પરમાર તેમજ પ્રવીણભાઈ દાફડા, ભરતભાઈ દાફડા, રાજુભાઈ મકવાણા વગેરે મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામા રોહિદાસ ભક્તો ઉમટ્યા હતા.. સાથે લોકોએ ભોજન ભજન અને ભક્તિ સરવાણીનો લાભ લીધો હતો. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.