એટીએમ કાર્ડ બદલાવી યુવકના ખાતામાંથી 40 હજાર ઉપાડી લીધા - At This Time

એટીએમ કાર્ડ બદલાવી યુવકના ખાતામાંથી 40 હજાર ઉપાડી લીધા


રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે શ્રીત્રીમુર્તી બાલાજી મંદીરની બાજુમાં એસ.બી.આઇ.બેંકના એટીએમ રૂમમાં પિન જનરેટ કરવા ગયેલ યુવકને જલ્દીથી પિન જનરેટ કરાવવાનું કહી બેલડીએ કાર્ડ બદલાવી રૂ.40 હજાર ઉપાડી લેતાં ગાંધીગ્રામ પોલીસ મથકે છેતરપીંડીની ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે રૈયારોડ પર સોમનાથ -3 માં રહેતાં નીતેશભાઇ કરમશીભાઇ નકુમ (ઉ.વ.40) એ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યાં શખ્સોના નામ આપ્યાં હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પ્લમ્બીંગનું કામ કરે છે અને જોડિયાની એસ.બી.આઇ. બેંકમાં એકાઉન્ટ ધરાવે છે. ગઇ તા.11 ના બપોરના બારેક વાગ્યાની આસપાસ તેનુ એ.ટી.એમ.કાર્ડની વેલીડીટી પુરી થઇ જતા નવું કાર્ડ આવી ગયેલ અને તેનો પીન જનરેટ કરવાનો હોય જેથી 150 ફુટ રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે શ્રીત્રીમુર્તી બાલાજી મંદીરની બાજુમાં એસ.બી.આઇ.બેંકની બાજુમાં આવેલ એસ.બી.આઇ. એ.ટી.એમ.ની અંદર કાર્ડનું પીન જનરેટ કરવા ગયેલ હતાં. ત્યાં કુલ ચાર મશીન હોય જેમાં લોકો રૂપિયા ઉપાડવાનું તથા જમા કરાવાનુ કામ થતું હતું. તેઓ મશીનમાં પીન જનરેટ કરવા ગયેલ
ત્યારે પાછળથી બે વ્યક્તિ આવેલ અને એક વ્યકતિએ હિંદી ભાષામાં કહેલ કે, લાવો ઝડપથી તમારો પીન જનરેટ કરી આપુ, જેથી મે તેને મારૂ નવુ એ.ટી.એમ.કાર્ડ તથા મોબાઇલમાં આવેલ પીન આપેલ હતાં. દરમ્યાન તેણે તેમનું ધ્યાન ચુકવી તેઓનું એ.ટી.એમ. કાર્ડ ચેન્જ કરી લીધેલ અને તે ચેન્જ કરેલ એ.ટી.એમ. કાર્ડ મશીનમાં જ રહેવા દિધેલ અને ત્યારબાદ તે લોકો તે કાર્ડ બદલીને જતા રહેલ હતાં. બાદમાં તે મશીનમાંથી કાર્ડ કાઢીને ફરી પ્રયત્ન કરવા છતાં કાર્ડ બદલાવી લીધેલ છે તે ખબર પડેલ નહીં, બાદમાં કાર્ડ ખિસ્સામાં નાખવા જતા જોયેલ તો મને ખબર પડેલ કે, આ તો બીજુ કાર્ડ છે,જે જુનુ અને ધસાઇ ગયેલ અને તેની ઉપર અંગ્રેજીમાં સીખામોની દાસ લખેલ હતું.
જેથી બેંકમાં જઈ વાત કરતા બેંકના કર્મચારીઓએ ફોર્મ ભરીને બેંક ખાતું બ્લોક કરે તે પહેલાં જ તેમના ખાતામાંથી રૂ. 10,000 ના ચાર ટ્રાન્ઝેકશન થઇ ગયેલ અને તે મળી કુલ રૂ. 40,000 ઉપડી ગયેલ અને જે રકમ બાજુના એ.ટી.એમ. મશીનમાંથી જ ઉપાડેલ હોય તેવુ એન્ટ્રીમાં લખાઇને આવેલ હતું. જેથી બે અજાણ્યાં શખ્સોએ તેમને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી રૂ.40 હજારની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.