જસદણના વડોદ ગામની સરકારી શાળામાં બે લાખનું દાન આપતાં વિશાલભાઈ નારીયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના વડોદ ગામની સરકારી પ્રાથમિક શાળાનું નામ છે ક રાજ્ય લેવલ સુઘી પહોંચી ચૂક્યું છે કારણ કે આ પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશ બાવળીયા દ્વારા શાળાને વિવિઘ કાર્યો થકી બાળકોનું ભણતર સુધારવાનું અને નવું નવું કંઇક શીખવવાનું જબરજસ્ત કામ થઈ રહ્યું હોય એટલે દાનવીરો પણ મહદઅંશે મદદરૂપ થઈ રહ્યાં છે ત્યારે વડોદની આ પ્રાથમિક શાળામાં મુળ જસદણના અને હાલ રાજકોટ રહેતા વિશાલભાઈ ગુણવંતભાઈ નારીયાએ શાળાના લાઇબ્રેરી માટેના ફર્નિચરમાં રૂપિયા. પચાસ હજાર અને સ્માર્ટ કલાસમાં દોઢલાખ રૂપિયા એમ કુલ મળી રૂપિયા બે લાખ જેટલી રકમ આપી એક ખરાં અર્થમાં વિદ્યાર્થીઓને મદદરુપ બન્યાની ખાસ નોંધ લેવામાં આવી હતી ખાસ કરીને યુવા પેઢી પોતાનાં અંગત મોજશોખ પાછળ સહેજ પણ હિચકિચાટ કર્યાં વગર નાણાં ખર્ચે છે પરંતુ વિશાલભાઈએ પોતાનાં પરસેવાની કમાણી વિધાર્થીઓ પાછળ ખર્ચી પિતા ગુણવંતભાઈના પગલે સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો. અત્રે નોંધનીય છે કે હજું થોડો સમય પહેલાં વિશાલભાઈના પિતા ગુણવંતભાઈ (નિવૃત્ત બેંક ઑફિસર) એ જસદણમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં રૂપિયા પચાસ હજારના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ સહિત ઠંડા પાણીનું ફ્રીઝ આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.