ગુજરાત કુપોષિત ન હોય ૨૮ વર્ષ થી ભાજપ ની સરકાર છે નેશનલ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (પીએમઆઈ) રિપોર્ટ ગુજરાત માં ૩૮ ટકા લોકો કુપોષિત
ગુજરાત કુપોષિત ન હોય ૨૮ વર્ષ થી ભાજપ ની સરકાર છે નેશનલ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (પીએમઆઈ) રિપોર્ટ ગુજરાત માં ૩૮ ટકા લોકો કુપોષિત
નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ૩૮ ટકા લોકો કુપોષિત છે
નીતિ આયોગના નેશનલ મલ્ટિડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (પીએમઆઈ) રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ૩૮ ટકા લોકો કુપોષિત છે. આ અત્યંત ગંભીર બાબત છે. ગુજરાતમાં ભાજપની ૨૮ વર્ષની સ૨કા૨ હોવા છતાં પણ વર્ષોથી ગુજરાતમાં કુપોષિત લોકોનો આંકડો અત્યંત મોટો જ રહ્યો છે. ગ્રામ વિસ્તારોમાં વસતા ૪૪.૪૫ ટકા લોકો કુપોષિત છે, જ્યારે શહેરી વિસ્તારમાં વસતા ૨૮.૯૭ ટકા લોકો કુપોષિત છે. ૨૦૧૬માં ગુજરાતના ૪૧.૩૭ ટકા પરિવારોમાં ઓછામાં ઓછી એક કુપોષિત વ્યક્તિ
હતી અને આજે ગુજરાતમાં હજુ પણ ૩૮.૯ ટકા લોકો કુપોષિત છે. ગુજરાત આ બાબતે પછાત ગણાતાં રાજ્યો છત્તિસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન કરતાં પણ પાછળ છે. એનો મતલબ એ જ છે કે, સરકારની પ્રાથમિકતામાં કુપોષણ ખતમ કરવાનું કોઈ આયોજન નથી. નેશનલ ફેમિલી હૅલ્થ સર્વે (એનએફએચએસ-૫) પ્રમાણે કુપોષિત બાળકોની દ્રષ્ટિએ પણ ગુજરાત ભારતમાં ચોથા ક્રમે છે. ૩૯ ટકા બાળકો તેમની ઉંમરના હિસાબે ઓછું વજન ધરાવે છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.