લાઠી તાલુકામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ નો શુભ આરંભ - At This Time

લાઠી તાલુકામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ નો શુભ આરંભ


લાઠી તાલુકામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ નો શુભ આરંભ

લાઠી તાલુકામાં આયુષ્માન ભવઃ કાર્યક્રમ નો શુભ આરંભ
પ્રધાનમંત્રીશ્રી ના સ્વસ્થ ભારત ના સંકલ્પ ને સાકાર કરવા, દેશભર માં આરોગ્ય સેવાઓ સુદૃઢ બનાવવા અને સ્વાસ્થ્ય યોજનાઓ ના મિશન મોડ માં કવરેજ માટે આયુષ્માન ભવઃ અભિયાન નો શુભારંભ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુરમુ ના વરદહસ્તે કરવામાં આવેલ હતો. જે અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી લાઠી ખાતે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મામલતદાર અને અન્ય વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને બહોળી સંખ્યા માં નગરજનો હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમ માં આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર આયુષ્માન મેળા, આયુષ્માન ગ્રામ, આયુષ્માન સભા, સેવા પખવાડિયા વગેરે આરોગ્ય કાર્યક્રમો ની માહિતી આપી હતી. તેમજ આ અભિયાન અંતર્ગત લાઠી તાલુકામાં યોજાનાર બિનચેપી રોગો ના સ્ક્રીનીંગ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઇવ, સ્વચ્છતા અભિયાન વિષે માહિતી આપી હતી. તાલુકા ના તમામ આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આ અભિયાન અંતર્ગત આરોગ્ય સુવિધાઓ નો લાભ લોકો ને મળી રહેશે, જેમાં વધુ માં વધુ લોકો ભાગ લઈ આરોગ્ય સુવિધાઓ નો લાભ લે તેવી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા અપીલ કરી હતી. લાઠી ના ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા, નયના પરમાર, નિખિલ બુદ્ધ, યાસ્મીન ખોખર, કપિલ સરવૈયા અને કચેરી ના તમામ કર્મચારીઓ એ સમગ્ર કાર્યક્રમ નું સફળ આયોજન કરેલ હતું. જિલ્લા સુપરવાઈઝર જયેશ રાજ્યગુરુ એ પણ કાર્યક્રમ માં હાજરી આપી ઉપયોગી સૂચનો કર્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.