હાઈવે પર માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવેપર મસમોટા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું
આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર ભારે વરસાદને કારણે હાઈવે પર મસ મોટા ખાડાઓ પડી ગયા હતા જેને કારણે વાહનચલોકોને વાહનમાં ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અને આ રોડ ઉપર પાણી ભરાતા અનેક રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી માર્ગ મકાન વિભાગ દ્વારા હાઈવે પર પડેલા મસમોટા ખાડા બૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કારણે વાહન ચાલકોમાં રાહત મળી હતી અને હાઈવે પર પડેલા ખાડા ધણાં સમય પછી બૂરવાની કામગીરી કરવામાં આવી જેથી વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.