સેમારાના મુવાડા ગામેથી રામદેવરા બાઈકો લઈને જતો સંઘ
મહીંસાગર જીલ્લાના લૂણાવાડા તાલુકાના નાનાવડદલા ગામેથી રામદેવરા જવા માટે આજરોજ મોટી સંખ્યામાં યુવા મિત્રો બાઇક લઇને રામદેવજીના દર્શન અર્થે જવા માટે પ્રસ્થાન કર્યું હતું.જયારે સેમારાના મુવાડા ગામ ખાતે આવેલ રામદેવજી મંદિરે દર્શન કરી અને ભક્તો રામદેવરા જવા માટે રવાના થયા હતા.રણુજાના રાજા અને પીરોના પીર એવા રામદેવ પીર આજે ગુજરાતમાં અનેક જગ્યાએ પૂજાય છે. આજે લાખો લોકોની આસ્થા રામદેવ પીરમાં જોડાયેલી છે, ત્યારે રાજસ્થાનના રણુંજા ખાતે આવેલા પ્રસિધ્ધ રામદેવપીરનું યાત્રાધામ શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. બાબા રામદેવપીરના સ્થાનકે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી હજારો પધ્યાત્રિઓ દર્શનાર્થે જતા હોય છે. ભક્તો પોતાની બાધા-માનતા પૂર્ણ કરવા અખુટ શ્રધ્ધા સાથે રામદેવપીરને ધજા નેજા ચડાવે છે, ત્યારે આજરોજ વહેલી સવારે ભક્તો આનંદ ઉલ્લાસ સાથે રણુજા જવા માટે પ્રસ્થાન કર્યું હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.