મેયર પદે પાટીદાર તો સ્ટેન્ડિંગ ચેરમેન પદે બ્રાહ્મણ સમાજને અપાયુ સ્થાન, રૂપાણી જૂથના દેવાંગ માંકડનું પત્તુ કપાયું
રાજકોટ મનપામાં પદાધિકારીઓની નિમણૂકમાં પાટીલ જૂથનો દબદબો જોવા મળ્યો છે. રાજકોટ શહેરના 22માં મેયર તરીકે પાટીદાર મહિલા નયના પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર બ્રાહ્મણ સમાજને સ્થાન આપી જયમીન ઠાકરની નિમણુંક કરવામાં આવી છે. આ પદ પર છેલ્લી ઘડી સુધી દેવાંગ માંકડનું નામ મોખરે ચાલી રહ્યું હતું. જોકે તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂથના હોવાનું દર્શાવવામાં આવતા તેમની બાદબાકી કરી દેવામાં આવી હોવાની માહિતી મળી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.