રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીની એન્જીયોગ્રાફી કરાઈ, હાર્ટ સંબંધી તમામ સારવાર ફીમાં મળશે
એક દર્દીને 90% બ્લોકેજ આવતા આજે એન્જીયોપ્લાસ્ટી કરાશે
પ્રવર્તમાન સમયમાં હાર્ટએટેકના બનાવથી સૌમાં ચિંતા પ્રવર્તી રહી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં પીએમએસવાય બિલ્ડિંગના 5માં માળે ગુજરાતની સૌપ્રથમ કેથલેબનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થયા બાદ ગઈકાલે આ કેથલેબની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે 10 દર્દીના લિસ્ટમાંથી 7 દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દર્દીને 90% બ્લોકેજ આવતા આજે બુધવારે નિષ્ણાંત તબીબોની દેખરેખમાં તેની એન્જીયોપ્લાષ્ટિ પણ કરવામાં આવનાર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.