શાળામાં કેરમબોર્ડ પ્લે-ઝોન ખુલ્લું મૂકવામાં આવ્યું તથા વિવિધ રમતોમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ઈનામો આપવામાં આવ્યા.
દિવંગત ઈશ્વર વાણિયા જેઓ સતત 10 વર્ષ સુધી ભચાઉ તાલુકાના લાકડિયા કુમાર શાળામાં કમ્પ્યૂટર શિક્ષક તરીકે સેવા આપેલ હતી જેમનું એક ગોઝારા રોડ અકસ્માતે નિધન થયું હતું. તેમની સ્મૃતિમાં દાતાઓ દ્વારા બાળકોની રમત ગમત થકી પ્રગતિ થાય તેવા ઉમદા હેતુથી આરસ પથ્થરનું મજબૂત કેરમબોર્ડ તથા વૉલીબૉલ, ફૂટબોલ જેવા સાધનો બાળકોને ભેટ આપવામાં આવ્યા હતા. ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા.
લાકડિયા સરપંચ માન્યવર સુલેમાનભાઈ આમદભાઇ ઘઘડા અને સર્વે મહેમાનોએ દીપ પ્રગટીકરણ કરી દિવંગત ને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઈનામ વિતરણ કરી કેરમ ઝોન દિવંગત ઈશ્વર વાણિયાના માતૃશ્રી દેહીબેન શંભુભાઈ વાણિયા વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એસ એમ સી અધ્યક્ષ ગફુરભાઈ રાઉમા, મહિલા સભ્ય ખતીજાબેન ખોખર, લોકતંત્ર હિતરક્ષક સમિતિ અધ્યક્ષ મા. કેશવલાલ મચ્છોયા, ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન હેમાબેન બાબુભાઇ કારિયા સહિત પંચાયત સભ્યો અને એસ.એમ.સી. સભ્યો સાથે ભૂરાભાઈ જખુભાઈ વાણિયા, રાણુભા સોઢા, વેરશી રાજાભાઈ વાણિયા, માજી સરપંચ વશરામભઇ વાણિયા, જીવીબેન દાફડા સહિત ગ્રામજનો જોડાયા હતા॰
કોથળા દોડ, સ્લો સાઇકલ રેસ, લીંબુ ચમચી, ફુગ્ગાફોડ, અને સંગીત ખુરશી જેવી રમતોમાં વિજેતા ઉમેદવારોને દાતાઓ દ્વારા ઈનામ અપાયા હતા, નિર્ણાયક તરીકે રાજવીરભાઈ વાધડિયા, બંસીલાલ ડોડીયા, સેજલબેન પટેલ , કમળાબેન બલાત, રંજનબેન ભગત અને પારૂલબેનની સેવા મળી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે પરેશભાઈ,મીનાબેન અને હિનાબેને જહેમત ઉઠાવી હતી. “ચાલો જોડણી જોઈએ” કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રદીપ વાણિયા, ચેતન વાણિયા, રણછોડ પરમાર, દિનેશ વાણિયા અને નિતિનભાઈ વાઘેલા તેમજ નીલ વિઝોડા દ્વારા શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ સંચાલન રાજેનગિરિ ગોસ્વામી દ્વારા કરાયું હતું॰ લાકડિયા કુમાર શાળાના વરિષ્ઠ શિક્ષિકા શ્રીમતી લતાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે દાતાશ્રીઓ દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું હતું.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.