ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. - At This Time

ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા.


તાજેતરમાં રાજ્યમાં અનેક જિલ્લા પંચાયતો,જિલ્લા પંચાયતો,મહાનગર પાલિકા સહિત પંચાયતી રાજના શાસનની પાંચ વર્ષ પૈકી અઢી વર્ષની એક ટર્મ પૂર્ણ થતાં રોટેશન મુજબ બીજી ટર્મ માટે પ્રમુખ - ઉપપ્રમુખની નિયુક્તિ કરવા માટે કાઉન્ટ ડાઉન શરૂ કરાયું છે આ સંદર્ભે ગરબાડા તાલુકા પંચાયત માટે બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક માટેના નામો નક્કી કરવામાં આવ્યા છે.

ગરબાડા તાલુકામાં કુલ ૨૪ બેઠક પૈકી ૨૦ બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.આ પરિણામો બાદ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મનીષાબેન અર્જુનભાઈ ગણાવા ને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપતા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો

જ્યારે બીજી ટર્મ માટે રોટશન મુજબ પ્રમુખ માટે અનામત બેઠકનું રોટશન આવ્યું છે.ત્યારે નવા હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ તરફથી મેન્ડેટમાં નામો નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપા દ્વારા મેન્ડેટમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મયુરભાઈ ભલાભાઈ ભાભોર અને ઉપપ્રમુખ તરીકે લલ્લુભાઈ મલાભાઈ જાદવ તથા કારોબારી ચેરમેન તરીકે સંદીપભાઈ સરદારભાઇ વહોનીયા ,પક્ષના નેતા તરીકે ચંદાબેન મુકેશભાઈ ગારી તેમજ દંડક તરીકે મથુરભાઈ ભારતાભાઈ પસાયા નિશ્ચિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ તમામ હોદ્દેદારોની નિમણુક માટે પાર્ટીના સાથે આવતીકાલે સતાવાર જાહેરાત કરવામાં આવશે.પાર્ટીના મેન્ડેટમાં આ હોદ્દેદારો ના નામ નક્કી થતાં તાલુકા સભ્યો તરફથી નવા હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતાં પ્રમુખ માટે અનુસૂચિત જનજાતિ પુરુષ અનામત છે.જેની આવતીકાલે ચુંટણી યોજાનાર છે ત્યારે,આજે તેના ફોર્મ ભરવાની તારીખ અનુસંધાને તાલુકા પંચાયત પ્રમુખ માટે મયુરભાઈ ભલાભાઈ ભાભોર અને ઉપપ્રમુખ માટે લલ્લુભાઈ મલાભાઈ જાદવ દ્વારા ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.