મકાન બાબતે પુત્રએ ઝઘડો કરતા પિતાએ ઝેર પીધુ - At This Time

મકાન બાબતે પુત્રએ ઝઘડો કરતા પિતાએ ઝેર પીધુ


મહાત્મા ગાંધી સોસાયટી-1માં રહેતા ભરતભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.65) ગઇકાલે સાંજે પ્રણામી હોટલ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, વૃધ્ધ રીક્ષા ચલાવી પેટીયુ રળે છે. અને તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટા પુત્રએ એક કરોડની કિંમતના મકાન મામલે તેમની સાથે ઝઘડો કરતા તેનું માઠુ લાગી આવતા પગલુ ભર્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે વૃધ્ધનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.