વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા સ્થાપનાથી ૭૩ વરસના ઈતિહાસ મા પ્રથમ વખત સોમપુરા બ્રામ્હણ સમાજ ના પ્રમુખ બન્યા પલ્લવીબેન જયદેવ જાની - At This Time

વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા સ્થાપનાથી ૭૩ વરસના ઈતિહાસ મા પ્રથમ વખત સોમપુરા બ્રામ્હણ સમાજ ના પ્રમુખ બન્યા પલ્લવીબેન જયદેવ જાની


વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા સ્થાપનાથી ૭૩ વરસના ઈતિહાસ મા પ્રથમ વખત સોમપુરા બ્રામ્હણ સમાજ ના પ્રમુખ બન્યા પલ્લવીબેન જયદેવ જાની

વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ના પ્રથમ ટર્મ ના અઢી વરસની મુદત પુરી થતાં નવી ટર્મ અઢી વર્ષ માટે ના મહિલા પ્રમુખ ની ચુંટણી આજરોજ વેરાવળ નગરપાલિકા સભાખંડમાં યોજાઈ હતી જેમાં ૩૧ ભાજપ ને મત મળ્યા જ્યારે કોગ્રેસ ને ૧૩ મત મળ્યા હતા

જેમાં ભાજપ ના નગરપાલિકા ના નવા પ્રમુખ તરીકે સોમનાથ પાટણ ના સોમપુરા બ્રાહ્મણ સમાજ ના મહિલા સભ્ય પલ્લવીબેન જયદેવ જાની ચુંટાયા જ્યારે ઉપ પ્રમુખ પદે વેરાવળ ના જયેશ માલમડી અને કારોબારી મા વેરાવળ ના ભીડીયા વિસ્તારમાંથી ચંદ્રીકાબેન સીકોતરીયા તથા પક્ષ નેતા દિક્ષીતાબહેન અઢીયા ની નિમણુંક કરવામાં આવી

વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ઈતિહાસ મા પ્રથમ વખત જ સોમપુરા બ્રામ્હણ સમાજ અને મહિલા પ્રમુખપદ મળ્યું છે. સને ૧૯૪૭ મા દેશ સ્વતંત્ર થતાં તથા જુનાગઢ રાજ્યનું ભારતીય સંધ સાથે જોડાણ થતાં ૧૯૫૦ મા વેરાવળ ને પ્રજાકીય શહેર સુધરાઇ આપવામાં આવી અને તા ૧૯-૧-૫૦ ના રોજ તત્કાલીન પ્રમુખ તરીકે હિરાચંદ ગાંધી ચુંટાયા હતા.

નગરપાલિકા ના નવા મહિલા સુકાની પલ્લવીબેન સોમનાથ પ્રભાસ પાટણ ના ધાર્મિક કર્મકાંડ પરિવાર માં વસતા પલ્લવીબેન પતિ જયદેવ જાની આગલા બોર્ડ મા ઉપ પ્રમુખ પદે રહી ચુકેલા છે.
૧૯૮૬ થી ભાજપ વિચારધારા ને વરેલાં તેઓ મુક્ત સેવા માટે જાણીતા છે.
એસ એસ સી પાસ જાન્યુઆરી ૧૯૬૯ મા જન્મેલા તેઓ તેમના નિવાસ સ્થાને અવારનવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના મન કી બાત ના સમુહ શ્રવણ કાર્યક્રમો અને ભાજપ ની તેમજ રાજ્ય સરકાર ની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે સક્રિય રહે છે આજે સોમનાથ મહાદેવ ના દર્શન ચુંટાયા બાદ સાથી સભ્યો સાથે કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્ય.
પલ્લવીબેન છે કે સુધી ખબર નોતી કે તેમને પ્રમુખપદ મળશે જો કે સૌ તેઓને ચુંટણી ના બે ત્રણ દિવસ અગાઉ થી જ અભિનંદન આપતા રહેતા હતા
તેઓ નગરપાલિકા બેઠકમાં આજે સામાન્ય નાગરિકની જેમ રીક્ષામાં બેસી ગયા અને કારમાં પ્રમુખ નો હોદો લઇ ધેરે પરત ફર્યો

નગરપાલિકા બોર્ડ મા પલ્લવીબેન જાની ૧૦૯ મા પ્રમુખ બન્યા
આ લીસ્ટ મા પ્રમુખ જ્યારે રજા ઉપર જાય ત્યારે ઇન્ચાર્જ ઉપ પ્રમુખો અને સુપરસીડો વખતે ના એડમીન્સટ્રેટ્રરોને પણ અનુક્રમમાં ગણી લેવાયા છે વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ના પ્રથમ મહિલા પ્રમુખ ૧૯૯૮ મા ભાનુબેન કુહાડા ચુંટાઈ આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.