તેલ લેવા માટે પત્નીએ રૂપીયા માંગતા જ પતિનો પિતો ગયો:ડોલ વડે ફટકારી
નાનામવા રોડ પર સયાજી હોટલ પાસે પત્નીએ પતિ પાસે રૂપિયા માંગતા જ પિતો ગુમાવતાં પતિએ ડોલથી પત્નીને ફટકારતા સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.'
બનાવ અંગે નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે રહેતાં પુજાબેન હરેશભાઇ વ્યાસ (ઉ.વ.35) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ હરેશ વ્યાસનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના હું તથા મારા પતિ હરેશભાઇ ઘરે હાજર હતા ત્યારે ઘરમા તેલ ખુંટી જતાં પતિ પાસે રસોઇ કરવા માટે તેલ લાવવા માટે રૂપીયા માગેલ જેથી તેઓએ રૂપીયા આપવાની ના પાડી જેમ તેમ બોલવા લાગતાં તેણીએ કહેલ કે, જો તમે તેલ લેવા માટે રૂપીયા નહીં આપો તો હવે હું રસોઇ પણ નહીં બનાવું. જેથી તે ઉશ્કેરાઇ ગયેલ ગાળો આપી ઢિંકાપાટુંનો માર મારવા લાગેલ હતો.
તેમજ ઘરમાં પડેલ ડોલથી પીઠમાં ફટકારી કહેલ કે, આજે તો તેને ખબર પાડવી છે કે મારી સામે કેમ બોલાય છે.દરમિયાન હું ઘરની બહાર નિકળી ગયેલ અને તે પાછળ ઘરની બહાર આવેલ અને ફરીથી ઢીકા પાટુ મારવા લાગેલ હતો. દરમિયાન હું ત્યાંથી ભગવા ગયેલ તો તેને કહેલ કે, ફરીથી ઘરે આવી છો તો જીવતી નહીં છોડું કહીં ધમકી આપી હતી. બાદમાં 108 મારફતે તેમને સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.