આર્યનગરમાં કમરના દુ:ખાવાથી કંટાળી પટેલ પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
સંતકબીર રોડ પર આવેલ આર્યનગરમાં રહેતા કિરણબેન શૈલેષભાઇ ગઠીયા (ઉ.વ.40) નામની પરિણીતાએ ગઇ રાત્રે પંખાના હુકમાં દુપટ્ટા વડે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના સુત્રોએ વધુમાં જણાવ્યા મુજબ કિરણબેનના પતિ ઇમીટેશનનું કામ કરે છે અને તેઓ મીના પુરવાનું કામ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે.
તેણી ઘણા સમયથી કમરના દુ:ખાવાથી પીડિત હોય જેનાથી કંટાળી ગઇ રાત્રે તેમના પતિ અને પુત્ર સુઇ ગયા બાદ ફાંસો ખાઇ મોતને વ્હાલુ કરી લીધુ હતું. વ્હેલી સવારે ચાર વાગ્યે જાગેલા તેના પતિએ જોતા કિરણબેન લટકતા જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે જાણ થતા બી ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડયો હતો. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.