ડેંગ્યુનાં 8, ચિકનગુનિયાનાં 4 અને શરદી-ઉધરસનાં 430 કેસ; ઝાડા-ઉલટી-તાવનાં 175 સહિત કુલ 617 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ - At This Time

ડેંગ્યુનાં 8, ચિકનગુનિયાનાં 4 અને શરદી-ઉધરસનાં 430 કેસ; ઝાડા-ઉલટી-તાવનાં 175 સહિત કુલ 617 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ


રાજકોટ શહેરમાં તહેવારો દરમિયાન રોગચાળાનો કહેર યથાવત છે. જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેંગ્યુનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત ચોથા સપ્તાહે ડેંગ્યુનાં વધુ 8 કેસ નોંધાયા છે. જોકે મેલેરિયાનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ ચિકનગુનિયાનાં 4 કેસો સામે આવ્યા છે. સાથે જ શરદી-ઉધરસ તેમજ તાવના 464 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 141 કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવાની અપીલ ખુદ આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.