ત્રિકોણબાગથી પ્રદ્યુમ્નપાર્ક સુધીનાં 13 સ્થળનો પ્રવાસ માત્ર રૂ. 50ની ટિકિટમાં કરી શકાશે - At This Time

ત્રિકોણબાગથી પ્રદ્યુમ્નપાર્ક સુધીનાં 13 સ્થળનો પ્રવાસ માત્ર રૂ. 50ની ટિકિટમાં કરી શકાશે


રાજકોટ મનપાનાં મેયર ડો. પ્રદીપ ડવનાં કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે. તેમણે આપેલા વધુ બે વચનો પુરા કર્યા છે. જેમાં નવું આધારકાર્ડ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું છે. તેમજ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે રાજકોટ દર્શન બસનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ મારફત માત્ર રૂપિયા 50ની ટિકિટમાં ત્રિકોણબાગથી લઈને પ્રદ્યુમનપાર્ક સુધી રાજકોટનાં જુદા-જુદા 13 સ્થળોનો પ્રવાસ કરી શકાશે.

મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં રહેતા લોકો તેમજ બહારથી રાજકોટ આવતા લોકો શહેરનાં બધા ફરવાલાયક સ્થળોએ એકી સાથે પ્રવાસ કરી શકે તે માટે 'રાજકોટ દર્શન' બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ત્રિકોણ બાગથી શરૂ કરીને રામકૃષ્ણ આશ્રમ, બેબી ડોલ મ્યૂઝિયમ, સ્વામી નારાયણ મંદિર, ઇશ્વરિયા પાર્ક, રીજીનલ સાયન્સ સેન્ટર, અટલ સરોવર, જ્યુબેલી વોટ્સન મ્યુઝીયમ, ગાંધી મ્યુઝિયમ, આજી ડેમ, રામવન અને પ્રદ્યુમન પાર્ક થઈ ત્રિકોણ બાગ પરત ફરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.