માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે નિર્માણાધિન મેડીકલ સ્ટોર ‘“ભુમિપૂજન વિધિ' - At This Time

માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે નિર્માણાધિન મેડીકલ સ્ટોર ‘“ભુમિપૂજન વિધિ’


માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે નિર્માણાધિન મેડીકલ સ્ટોર ‘“ભુમિપૂજન વિધિ''

ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં દર્દીના૨ાયણની નિઃશુલ્ક આરોગ્યસેવાર્થે ગૌશાળા પરિસરમાં આધુનિક સુવિધાયુકત નિર્માણાધીન નવા મેડીકલ સ્ટોર, સીટી સ્કેન, MRI તથા અન્ય વિભાગો માટે બિલ્ડીંગનું નિર્માણ થવાનું છે તેના “ભુમિપુજન વિધી કાર્યક્રમ'' બિલ્ડીંગ માટે રૂા.૫૧,૧૧,૧૧૧/- અંકે રૂપિયા એકાવન લાખ અગીયા૨ હજાર એકસો અગીયાર પુરા નાં પ્રથમ દાતા બ્ર.પ.પૂ.વંદનીય ધરમ્દાસબાપા નાં ધર્મપત્ની ગં.સ્વ.મીરા માતાજી નાં કરકમળો દ્વારા આજરોજ તા.૧૧.૯.૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૯:૦૦ કલાકે સંપન્ન થયેલ છે. આ પ્રસંગે રોટરી કલબ સુરેન્દ્રનગરથી પ્રેસીડેન્ટ-શ્રી પ્રશાંતભાઈ જાની, ભાવનગ૨થી ડો. ગી૨ીશભાઇ વાઘાણી, સાથી રોટરીયન મિત્રો તથા પૂ.ધરદાસબાપા સેવક સમુદાય અને હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રીઓ ઉપ્પસ્થત રહયાં હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂ. મીરામાતાજી નું મહિલા કન્સલ્ટંટ ડોકટ૨શ્રીઓ દ્વારા વંદનાપત્ર, પુષ્પગુચ્છ, શાલ અને રૂદ્રાક્ષમાળા અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ઉર્પાસ્થત મહાનુભાવોનું પુસ્તક અને રૂદ્રાક્ષમાળા અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂ. ધરદાસબાપાના પરભકત શ્રી જીતેન્દ્રભાઇ મેપાભાઈ પ્રજાપતિ એ આપણી હોસ્પિટલની નિ:શુલ્ક આરોગ્યસેવાને પ્રત્યક્ષ નિહાળી રૂા.૧,૫૧,૧૧૧/- અંકે રૂપિયા એક લાખ એકાવન હજાર એકસો અગીયાર પુરા નું અનુદાન અર્પણ ક૨વાની જાહેર કરેલ છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.