જસદણની સિવિલ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયેલ
જસદણ ન્યાય મંદિર ખાતે તારીખ:-૦૯ /૦૯ /૨૦૨૩ ના દિવસે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ - અમદાવાદ તથા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ દ્વારા જસદણ ન્યાયમંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આ લોક અદાલતમાં જસદણ તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ અને એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ તેમજ એડી.સિવિલ જજ અને જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી વી.એ.ઠક્કર સાહેબ તથા જસદણ કોર્ટના રજીસ્ટારશ્રી એમ. બી. પંડયા સાહેબ તથા જસદણ કોર્ટના તમામ સ્ટાફગણ દ્વારા લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ. આ લોક અદાલતમાં જસદણ - આટકોટ પી.જી.વી.સી.એલ.વિભાગ, જસદણની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક તેમજ અન્ય બેંકો અને વિવિધ વિભાગમાંથી અધિકારીઓ પધારેલ.આ સાથે બહોળી સંખ્યામા પક્ષકારો પણ હાજર રહેલ.આ લોક અદાલતમાં જસદણ કોર્ટના એડવોકેટ સાહેબશ્રીઓ હાજર રહી પક્ષકારોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડેલ. એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ એક યાદીમાં જણાવેલ કે આ લોક અદાલતમાં કોર્ટ નંબર - ૧ ના ૩૫૦ કેસ અને કોર્ટ નંબર - ૨ ના ૧૬૭ કેસ, આમ બંને કોર્ટના થઈને કુલ ૫૧૭ કેસોનો નિકાલ થયેલ, તેમજ કુલ દંડ પેટે ૧,૭૫,૦૦૦/- ( એક લાખ પંચોતેર હજાર ) નો દંડ વસૂલવામાં આવેલ. પી.જી.વી.સી.એલ.વિભાગ તેમજ બેંકોના અઘિકારીઓ અને વિવિધ વિભાગમાંથી પધારેલ અધિકારીઓનો તેમજ એડવોકેટ સાહેબશ્રીઓનો અને પક્ષકારોનો જસદણ કોર્ટ કર્મચારીગણ દ્રારા આભાર વ્યક્ત કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.