લુણાવાડાના એકતા શાંતિ નગરમાં મગરે દેખા દેતા રહીશોમાં ફફડાટ પર્યાવરણ પ્રેમીઓએ કર્યું સલામત રેસ્ક્યુ - At This Time

લુણાવાડાના એકતા શાંતિ નગરમાં મગરે દેખા દેતા રહીશોમાં ફફડાટ પર્યાવરણ પ્રેમીઓએ કર્યું સલામત રેસ્ક્યુ


મહીસાગર જિલ્લાના લુણાવાડા નગર પોલીસ લાઇન પાસે આવેલ તળાવમાંથી બહાર આવી ગયેલ મગરે એકતા શાંતિ નગરમાં દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક રહીશ ચીંકુભાઈ સોલંકીએ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને જાણ કરતા સત્યમભાઈ જોશી અને રમેશભાઈ બારોટની ટીમ સ્થળ પર પહોંચી મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. મગર પકડાઈ જતાં રહીશોમાં હાશકારો વ્યાપ્યો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો. એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમના રમેશભાઈએ જણાવ્યું હતું કે આ મગર અંદાજે આઠ થી નવ ફૂટ લાંબો છે અને પચાસ કિલો વજન ધરાવે છે. તેમણે વધુમાં સાપ, મગર, ઘો જેવા કોઈ પણ પ્રાણી રહેણાંક વિસ્તારમાં જણાય તો તાત્કાલિક એનિમલ હેલ્પ ટ્રસ્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ ટીમ દ્વારા મગરને રેસ્ક્યુ કરી સલામત રીતે પાનમ નદીમાં છોડવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ પર્યાવરણ પ્રેમીઓની વન્યજીવોને બચાવવાની પ્રવૃત્તિને બિરદાવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.