હિરાસરમાં એરપોર્ટ એક પણ નામ બે
માહિતી ખાતા મુજબ રાજકોટ ઈન્ટરનેશનલ સત્તાવાર નામ - RTIમાં માહિતી નથી તેવાે જવાબ મળ્યો
સૌ પ્રથમ હિરાસર એરપોર્ટ, બાદમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું
આજથી રાજકોટથી 30 કિમી દૂર આવેલ હિરાસર એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે. એક એરપોર્ટને અત્યાર સુધી બે-બે નામ આપવામાં આવ્યા છે જ્યારે જાહેરાત થઈ ત્યારે સૌથી પહેલા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ત્યારબાદ રાજકોટ એરપોર્ટ અને હવે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્ટરનેશલ એરપોર્ટ જાહેર કરવા અંગે આર.ટી.આઈ.માં માહિતી મગાઈ તો રાજકોટની એરપોર્ટ ઓથોરિટીએ એવો જવાબ આપ્યો કે, આ અંગે કોઈ દસ્તાવેજો કે માહિતી ઉપલબ્ધ નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.