રાજકોટની કોર્ટમાં 1,11,638 કેસ પેન્ડિંગ - ફોજદારીના જ 84 હજાર કેસ એટલા માટે પડતર છે કે 33000માં તો આરોપી જ પકડાયા નથી - At This Time

રાજકોટની કોર્ટમાં 1,11,638 કેસ પેન્ડિંગ – ફોજદારીના જ 84 હજાર કેસ એટલા માટે પડતર છે કે 33000માં તો આરોપી જ પકડાયા નથી


તારીખ પે તારીખ - 106 કેસ એવા છે જેમાં છેલ્લા 30 વર્ષથી માત્ર તારીખો પડે છે, જ્યારે 1140 કેસમાં અરજદાર 20 વર્ષથી ન્યાયની રાહમાં છે.

રાજકોટ જિલ્લા કોર્ટમાં છેલ્લા 8 વર્ષથી કેસ નિકાલ કરવાની ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહી છે. આમ છતાં હજુ 1,11,638 કેસ પેન્ડિંગ છે જેમાં સૌથી વધુ 84362 કેસ ક્રિમિનલ કેસ છે. આ પૈકી અધધ 33004 કેસમાં પોલીસ આરોપીઓને પકડી નથી શકી એટલે પેન્ડિંગ છે. જે સ્પષ્ટ થાય છે કે કેસ પેન્ડિંગ રહે છે તેનું કારણ પોલીસની ધીમી કામગીરીને કારણે હજારો લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.