વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસાના/- ના ૩૮૨ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ - At This Time

વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસાના/- ના ૩૮૨ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ


વિસાવદર કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસાના/- ના ૩૮૨ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ*
વિસાવદરતા.વિસાવદરમાં આજરોજ તા.૦૯/૦૯/૨૩ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી જે.એલ. શ્રીમાળીસાહેબની ઉપસ્થિતીમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં લીટીગેશન અનેપ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા કુલ ત્રણ કરોડ છ લાખ એસી હજાર ત્રણસો આઠ અને ચોર્યાસી પૈસા પુરાના ૩૮૨ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૩૮૨ કેસોનો ન્યાયિક નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું.જેમાં સ્પેશિયલ સિટિંગમાં ૧૦૯ કેસમાં રૂ. ૩,૧૭,૦૦૦/-નો બન્ને કોર્ટનો મળી દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ ૨૭૩ કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા અન્યપ્રિલિટીગેશન કેસો મળી કુલ ૩૮૨ કેસોનો નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતુંઆ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી કમલેશ જોશી, વિજય જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ,ભાસ્કરભાઈજોશીનયનભાઇજોશીઅશ્વિનભાઈદુધરેજીયા,સમીરભાઈપટેલ,આર.જે.ધાધલ,યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક,યુનિયન બેન્ક,બેન્ક ઓફ બરોડા,તથા પી.જી.વી.સી.એલની બન્ને કચેરીના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો.વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી,પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા તથા કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતીઆ પ્રસંગે સવારના ૧૦-૦૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી ત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવી હતી.જેમાં ખુબજ વૃદ્ધ ઉંમરના માજી ચાલી શકે તેવા ન હતા તેમને પણ પી.જી.વી.સી.એલકંપનીના લેણી રકમમાં વકીલો તરફથી ફાળો કરી અમુક રકમ ભરવામાં મદદ પણ કરવામાં આવેલી અને પી.જી.વી.સી.એલ. કંપનીના અધિકારી કમલ અખેણીયા દ્વારા રકમમાં પણ રાહત કરી આપવામાં આવેલ હતી.વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે બન્ને ન્યાયાધીશ સાહેબો તથા કોર્ટ સ્ટાફ અને વકીલો દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.