હળવદમાં ક્ષત્રિય યુવાનો પર થયેલા હુમલા ના બનાવમાં ન્યાયિક તપાસ કરવા શ્રી રાજપુત કરણી સેનાએ આવેદનપત્ર આપ્યું - At This Time

હળવદમાં ક્ષત્રિય યુવાનો પર થયેલા હુમલા ના બનાવમાં ન્યાયિક તપાસ કરવા શ્રી રાજપુત કરણી સેનાએ આવેદનપત્ર આપ્યું


હળવદમાં જન્માષ્ટમી ના રાત્રિના સમયે મોરબી ચોકડીએ બે યુવકો હરદેવસિંહ ઝાલા અને ઓમ દેવસિંહ ઝાલા પર છરી અને ધોકાથી જીવલેણ હુમલો થયો હતો એ બંને યુવાનો હાલ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે આ બનાવ ને 24 કલાક થઈ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમજ આ યુવકોની ફરિયાદ પણ લેવામાં આવેલ ન હોય તો આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને પકડવામાં આવે તેવી માંગ સાથે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા હળવદ મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર હળવદને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.