કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ? પાણી પુરવઠા તંત્ર ની બેદરકારી એ લાખો ના ખર્ચ પછી ડહોળું પાણી પીવા મજબૂર જનતા
કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ?
પાણી પુરવઠા તંત્ર ની બેદરકારી એ લાખો ના ખર્ચ પછી ડહોળું પાણી પીવા મજબૂર જનતા
દામનગર શહેર માં વારંવાર ડહોળા પાણી ની ફરિયાદો ઉઠી રહી છે કુવા માં હોય તેવું અવેડા માં આવે ને ? કાળુભાર પાણી પુરવઠા નો ફિલ્ટર પ્લાન્ટ વર્ષો થી બંધ એક વર્ષ પહેલાં ફિલ્ટર રિપેરીગ માટે ૧૨ લાખ જેવો ખર્ચ ખાનગી એજન્સી ને અપાયો હતો પણ રિપેરીગ વગર નાણા ચૂકવી ભાગ બટાઈ કરી લેવાય ફિલ્ટર માટે ૧૨ લાખ જેવી રકમ નો કોન્ટ્રાકટર કોને આપ્યો ? કંઈ એજન્સી એ ફિલ્ટર માટે રકમ ચૂકવાય ? ૧૨ લાખ જેવા ખર્ચ પછી ફિલ્ટર તો દૂર ભારે લીકેજ થી પીવા ના પાણી નો વ્યય ફિલ્ટર પ્લાન્ટ માટે મંગાવવા આવેલ દોઢ લાખ ની ચાર ગાડી રેતી રજળી પડી રેઢીયાળ તંત્ર ની ધોરબેદરકારી એ વારંવાર ડહોળા પાણી ની ફરિયાદ પછી પણ પાણી પુરવઠો ફિલ્ટર વગર વિતરણ શુદ્ધ પાણી માટે વર્ષે ફિલ્ટર ના નામે લાખો નો ખર્ચ અંદરો અંદર વહેંચી લેવાય છે શુદ્ધ પાણી કરવા ફિલ્ટર પ્લાન્ટ માટે નક્કર કામગીરી કરાતી નથી દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય માં વગર ફિલ્ટરે પાણી વિતરણ જળ માં મળ નહિ ની યુક્તિ એ કરાય છે કાળુભાર પાણી પુરવઠા ના તંત્ર દ્વારા ફિલ્ટર ના નામે લાખો ખર્ચ વ્યર્થ ફિલ્ટર માટે ચૂકવાયેલ બિલ પછી પાણી લીકેજ ચાર ગાડી દોઢ લાખ ની રેતી રજળી પડી પણ તંત્ર એ ફિલ્ટર કરવા ની દરકાર લેવાતી નથી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.