જાલીયામઠ ગામે પ્રજાપતિ બ્રહ્માણી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગાંધી નગર જીલ્લા ના દહેગામ તાલુકા ના જાલીયામઠ ગામે પ્રજાપતિ બ્રાહ્મણી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઊજવણી કરવામાં આવી.
જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારત
ભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુ તહેવારમા વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો કરવામા આવે છે આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે.જાલીયામઠ ગામે પણ મટકી ફોડ નો પ્રસંગ યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો પ્રજાપતિ બ્રાહ્મણી યુવક મંડળ દ્વારા રાત્રે
ગ્રામ જનો ને આઈસ્ક્રિમ, ખમણ નો નાસ્તો પ્રસાદ રૂપી કરવામા આવ્યો હતો. સમગ્ર ગામ માં હાથી ઘોડા પાલકી જય કનીયા લાલ કી ની ધૂન થી જાલીયામઠ ગુંજી ઉઠ્યું હતું
રિપોર્ટર:મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.