સાબરકાઠાંમાં આયુષમાન ભવઃ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન*
*સાબરકાઠાંમાં આયુષમાન ભવઃ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન*
==========
*૧૭ સપ્ટેમ્બર થી 2 ઓકટોબર દરમિયાન સેવા પખવાડા તરીકે ઉજવી સ્વછતા અભિયાન, અંગદાન શપથ, અને રકતદાન શિબિરો યોજાશે.*
=========
દેશના રાષ્ટ્રપતિ દ્વારા ૧૩ સપ્ટેમ્બર ના રોજ વર્ચ્યુલ રીતે દેશમાં આયુષમાન ભવઃ કાર્યક્રમ લોંચ કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામા આવેલ છે. આયુષમાન ભવઃ કાર્યક્રમ હેઠળ લાર્ભાર્થીઓ સુધી તમામ આરોગ્ય યોજનાઓથી માહિતગાર કરવાં અને તેનો ૧૦૦ % લાભ પહોચાડવા માટે ૧૭ સપ્ટેમ્બરથી આયુષમાન ભવઃ અભિયાન હાથ ધરાશે.. જેમાં ૧૭ સપ્ટેમ્બર થી 2 ઓકટોબર દરમિયાન વિવિધ આરોગ્ય ને લગતી સેવાઓ જેવીકે આયુષમાન કાર્ડ કેમ્પ, રકતદાન શિબિર, એન.સી.ડી કેમ્પ, આભા કાર્ડ સહિતના વિવિધ કેમ્પના આયોજન કરવામાં આવશે.
આયુષમાન ભવઃ અભિયાન હેઠળ તમામ મુદ્દાઓનો સચોટ અમલીકરણ થાય તે માટે કેંદ્ર સરકાર દ્વારા માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવેલ છે. જિલ્લા વહીવટીતંત્ર તેમજ જીલ્લા આરોગ્ય શાખા દ્વારા તમામ યોજનાઓની માહિતિ તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થી સુધી પહોચે અને એકપણ લાભાર્થી તેમાથી વંચિત ન રહી જાય તેની કાળજી રાખવામાં આવશે. આયુષમાન ભવઃ અભિયાન હેઠળ “આયુષમાન આપકે દ્વાર” ત્રીજા તબક્કાનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં પી.એમ.જે.વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષમાન કાર્ડ વિતરણ માટે ૧૭ સપ્ટેમ્બર ના રોજ જુંબેશ રુપે કામગીરી કરી એક્પણ લાભાર્થી બાકી ન રહે તેની પણ ખાતરી કરવાં કેંદ્ર સરકારની માર્ગદર્શીકામાં જણાવાયુ છે. આ ઉપરાંત આયુષમાન મેળા અને આયુષમાન સભાનું પણ આયોજન કરવામાં આવશે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.