ખાણી-પીણીના ફૂડ સ્ટોલ-માલિકોનાં લાઇસન્સ તપાસી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો; લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારના સ્ટોલને સીલ લાગશે
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ દિવસે 50 હજારથી વધુ લોકોએ મેળાની મોજ માણી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે, ત્યારે આજે મેળાના બીજા દિવસે રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા રસરંગ લોક મેળામાં આવેલ ખાણી-પીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ સ્ટોલ પર ચેકિંગ હાથ ધરી ફૂડ લાયસન્સ ચકાસી કરી સ્થળ પર જ અખાદ્ય સામગ્રીનો નાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.