બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રાને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રાને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ
નાયબ પોલીસ અધિક્ષક નવિન આહીર અને ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર ખરાડી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી
નવ નિયુક્ત નાયબ પોલીસ અધિક્ષક નવિન આહીર ની અધ્યક્ષતા માં આગામી જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિ ની બેઠક મળી હતી, જેમાં આગેવાનો દ્વારા શોભાયાત્રા નો રૂટ, વાહનો, વાજિંત્રો વગેરેની ચર્ચાઓ કરવામા આવી હતી, .બોટાદ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહીર અને ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર ખરાડી ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક,કાયદો વ્યવસ્થા જળવાઇ રહે જેને ધ્યાનમાં રાખી જન્માષ્ટમી શોભાયાત્રા બિલકુલ શાંતિથી પસાર થાય અને જરુરી ખાસ સૂચના આપવામાં આવી હતી.શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે શહેરના આગેવાનો જે પ્રકારે વારંવાર સહકાર આપે છે એ પ્રકારનો સહકાર બોટાદ જન્માષ્ટમી શોભા યાત્રામાં આપવા બાબતે ખાસ વિનંતી કરી આયોજકોને સૂચના આપી હતી જન્માષ્ટમી શોભાયાત્રા વર્ષોની પરંપરા અનુસાર હિન્દુ,મુસ્લિમ સમાજનાં આગેવાનોએ સાથ અને સહકાર આપી કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને શાંતિ પુર્ણ “ જન્માષ્ટમી ની ધામધૂમ - પૂર્વક ઉજવણી કરવામાં આવશે એવો સુર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ અસરફ જાંગડ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.