જસદણના દહીસરામાં ધો. 10ના છાત્રને બે શખ્શે જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઢોર માર માર્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના દહીસરા ગામે ધો.10ના છાત્રને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બે શખ્સોએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના દહીસરા ગામે રહેતા અને ધો.10માં અભ્યાસ કરતા અભય મુકેશભાઈ પરમાર નામનો 16 વર્ષનો સગીર રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગામમાં હતો. ત્યારે રવિ સોસા અને જીતુ સોસા નામના બંને શખ્સોએ લાકડી વડે માર માર્યો હતો. સગીરને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇરાગ્રસ્ત અભય પરમાર ધો.10માં અભ્યાસ કરે છે અને રાત્રિના પાનના ગલે બેઠો હતો ત્યારે હુમલાખોર બંને શખ્સોએ આવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.