જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે ૧.૬૦ કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી રહી
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે શિક્ષણ ઉપકરણની રૂપિયા 1. 60 કરોડની ગ્રાન્ટ પડી છે. આથી આ ગ્રાન્ટમાંથી શાળાના નવા ઓરડા, રિપેરીંગ, પાણી, સેનીટેશન બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતની કામગીરી કરવા સામાન્ય સભામાં મંજુરી આપી હતી. તેમ છતાં ગ્રાન્ટમાંથી એકપણ કામગીરી કરવામાં નહી આવતા વિપક્ષના સદસ્યે વિરોધ કરીને તાકિદે કામગીરી કરવાની માંગણી કરી સામાન્ય સભામાં કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.