સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળા ના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાયો - At This Time

સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળા ના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાયો


સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળાના આચાર્ય ઉમેશભાઈ પૂવાર ને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ HTAT આચાર્ય એવોર્ડ અપાયો જેમાં રાજ્ય સરકારની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત સન્માન કરવામાં આવ્યું મહીસાગર જીલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ સંતરામપુર ટાઉનહોલ ખાતે આજે ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે યોજવામાં આવ્યો હતો. જેમાં કણજરા પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં 100% નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો દ્વારા લોક સંપર્ક કરી ગ્રામ્ય વિસ્તારના બાળકોને શિક્ષણની ભૂખ જગાડી હતી. તેમજ શાળામાં લોક સહકાર દ્વારા તમામ બાળકોને દાતાઓ તરફથી ચોપડો, પેન,પેન્સિલ,નોટબુક, અપાવ્યા હતા ખાનગી શાળા માંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવામાં સફળતા મેળવી હતી.અંતરિયાળ વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા દ્વારા ઘરથી શાળાનું અંતર નજીક બનાવ્યું હતું. આવા કર્મઠ અને
સેવાભાવી આચાર્ય નું આજરોજ પારિતોષિક આપી સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે પંચમહાલ સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી ભાવિનભાઈ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અવની બા મોરી, તમામ જિલ્લા સંઘના પ્રમુખશ્રી મહામંત્રી જિલ્લા,તાલુકા સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી તેમજ જિલ્લા વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી શુભેચ્છા પાઠવી હતી.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.