સાયલા તાલુકાના ગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો.
૫, મી સપ્ટેમ્બર ડૉ સર્વપલ્લી રાધકૃષ્ણ ના જન્મદિવસ શિક્ષક દિન તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. જે અનુંસંધાને સાયલા તાલુકાની શ્રી ગઢ પ્રાથમિક શાળામાં આજ રોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. આચાર્ય ની ભૂમિકા દુમાદિયા આર્શલ બેન તથા ઉપાચાર્ય ની ભૂમિકા શાળાના મહામઁત્રી ઓળકીયા બંશીબેન દ્વારા ભજવવામાં આવી અલગ અલગ વિષયમાં પ્રભુત્વ અને રસ ધરાવતા બાળકોએ વિષય શિક્ષકનો રોલ સરસ રીતે નિભાવવામાઁ આવેલ ધોરણ 6 થી 8 માં સ્માર્ટ કલાસ હોય ટેકનોલોજી નો ઉપયોગ કરી સરસ શિક્ષણ કાર્ય કરેલ ધોરણ 1 થી 5 તથા બાળ વાટીકા માં પણ બાળકોએ પોતાની રસ રુચિ મુજબ આનંદ સાથે શિક્ષણ કાર્ય કરાવેલ સમગ્ર સંચાલન બાળકોએ ખુબજ ઉત્સાહ થી આનંદ સાથે પુરી સમજ અને કુનેહથી એક દિવસ શિક્ષક બની નિભાવેલ ભવિષ્યમાં પણ આવીજ નિષ્ઠાથી ઉતરોતર પ્રગતિ કરે તેવી શાળાના શિક્ષકો એ તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મેણીયા મનસુખભાઈ શિક્ષક તેમજ અન્ય શિક્ષકો તેમજ બાળકોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાટણ.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.