પશુપાલકોએ તેમના દુધાળા પશુઓ જાહેરમાં છૂટા ન મુકવા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરનો અનુરોધ - At This Time

પશુપાલકોએ તેમના દુધાળા પશુઓ જાહેરમાં છૂટા ન મુકવા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરનો અનુરોધ


પશુપાલકોએ તેમના દુધાળા પશુઓ જાહેરમાં છૂટા ન મુકવા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીનો અનુરોધ

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવાની ઝુંબેશ ગતિમાન છે,ત્યારેમાહે-ઓગસ્ટ-૨૦૨૩ દરમ્યાન કુલ ૧૨૧ રખડતા પશુઓ પકડીને બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા તેમજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.નગરપાલિકા દ્વારા હાલ રખડતા પશુઓ પૈકી મોટા આખલાઓ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે આગામી સમયમાં રખડતા પશુઓ પૈકી ગાયોને પણ પકડવામાં આવશે. જેથી પશુપાલકોએ તેમના દુધાળા પશુઓ જાહેરમાં છૂટા ન મુકવા,ચીફઓફિસર,બોટાદનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.