ગઢડા તાલુકાના સુરકા ગામે તલસાણીયા દાદાના મંદિરે નાગપાંચમના દિવસે નાગપૂજન વિધિ અને મેળો યોજાયો. - At This Time

ગઢડા તાલુકાના સુરકા ગામે તલસાણીયા દાદાના મંદિરે નાગપાંચમના દિવસે નાગપૂજન વિધિ અને મેળો યોજાયો.


ગઢડા તાલુકાના સુરકા ગામે તલસાણીયા દાદાના મંદિરે નાગપાંચમના દિવસે નાગપૂજન વિધિ અને મેળો યોજાયો.

ગઢડા તાલુકાના સુરકા ગામે ચાલીસ વર્ષ જૂનું તલસાણીયા દાદાનું મંદિર આવેલ છે. જે આ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.આજથી ચાલીસ વર્ષ પૂર્વે નાનુભાઈ રાજાભાઈ અને નાથાભાઈ રૂખડભાઈ દ્વારા તલસાણીયા દાદાની સ્થાપના કરવામાં આવેલ હતી. તલસાણીયા દાદાના મંદિરે દર વર્ષે ચોથના દિવસે ગાયપૂજન અને નાગપાંચમના દિવસે નાગપૂજન વિધિ કરવામાં આવે છે.તેમજ નાગપાંચમના દિવસે મેળો પણ ભરાય છે.સમગ્ર સુરકા ગામ એ તલસાણીયા દાદાના સાંનિધ્યમાં ખભે-ખભો મીલાવી સામાજિક સમરસતા અને ધાર્મિક એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.તલસાણીયા દાદાના સાંનિધ્યમાં યોજાતા આધ્યાત્મિક કાર્યક્રમમાં સમગ્ર ગામ એકજૂથ થઈ સમગ્ર આયોજનને પાર પાડે છે.છેલ્લા ચાલીસ વર્ષથી નાગપાંચમના દિવસે તલસાણીયા દાદાના મંદિરે મેળાનું આયોજન થાય છે.આસપાસના પચીસથી વધુ ગામના લોકો નાગપાંચમના દિવસે તલસાણીયા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તલસાણીયા દાદાના વર્તમાન ભુવા હરિભાઈ સુરાભાઈ અને પઢીયાર હનુભાઈ નાથાભાઈ તેમજ સમગ્ર સુરકા ગામનાં આગેવાનો,લોકો,યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.