પીયાગો ડીઝલ રીક્ષાની ચોરીનો ભેદ બાલાસિનોર ટાઉન પોલીસે ગણતરીના દીવસોમાં ઉકેલી લીધો પીયાગો ડીઝલ રીક્ષાની ચોરીનો ભેદ બાલાસિનોર ટાઉન પોલીસે ગણતરીના દીવસોમાં ઉકેલી લીધો
પીયાગો ડીઝલ રીક્ષાની ચોરીનો ભેદ બાલાસિનોર ટાઉન પોલીસે ગણતરીના દીવસોમાં ઉકેલી લીધો
ગઇ તારીખ ૨૪ /25/૦૮/૨૦૨૩ના રાત્રીના સમયગાળા દરમ્યાન રતુસિંહના મુવાડા તા.બે વણાકબોરી તા બાલાસીનોર મુકામે આ કામના ફરીયાદી જગદીશભાઇ ભાથીભાઇ ચૌહાણ ના ઘર આગળ પાર્ક કરેલ પીયાગો ડીઝલ લોડીંગ રીક્ષા નંબર GJ- 35- U-2437 કે જેનો ચેચીસ નંબર MBX0003ABXM969750 તથા તેનો એન્જીન નંબર 59M9046459 જેની કિરૂ ૬૫,૦૦૦-/ની કોઇ ચોર ઇસમોએ ચોરી કરી લઇ ગુન્હો કરતા જે બાબતે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનએ ગુન્હો દાખલ કર્યો હતો.
જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સા. જયદીપસિંહ જાડેજા તેમજ પી.એસ.વળવી નાયબ પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ આ ગુન્હો શોધી કાઢવા સારૂ અસરકારક એક્શન પ્લાન બનાવી પરીણામલક્ષી ત્વરીત કાર્યવાહી હાથધરી સદરી ગુન્હો શોધવા પીઆઇ એ. એન. નીનામા બાલાસીનોર પોલીસ સ્ટેશન જી મહીસાગર નાઓને જરૂરી માર્ગદર્શન અને સુચના કરેલ.
જે આધારે આ ગુન્હાની પો.સ.ઇ. સી.કે.સિસોદિયા બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ તપાસ હાથ ધરેલ અને તેઓ પોલીસ સ્ટાફ સાથે આ ગુન્હાની તપાસમા હતા દરમ્યાન પોકેટ કોપ એપ તેમજ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન રીસોર્સ સુત્રો તરફથી આધારભુત માહીતી મળેલ કે આ ફરીયાદીની રીક્ષા તેમના જ ગામના (૧) સુરેશભાઇ મોહનભાઇ ચૌહાણ (૨) સંજયભાઇ કાભઇભાઇ ચૌહાણ રહે બન્ને રતુસિહ ના મુવાડા તા.બે વણાકબોરી નાઓએ ચોરી કરેલાનુ જણાઇ આવતા ઉપરોકત બન્ને આરોપીઓની તપાસ કરતા મળી આવતા તેઓની ખંતપુર્વક અને યુકતી-પ્રયુકતી થી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ કામના ફરીયાદી ની ઉપરોકત રીક્ષા ની પોતે બન્ને જણાઓએ ચોરી કરી આ ચોરી ની રીક્ષા પોતાના મીત્ર (૩) અલ્પેશકુમાર રમેશભાઇ ચૌહાણ રહે નવગામા તા બાલાસીનોર જી મહીસાગર તથા (૪)
હબીબઉલ્લાખાન સમીઉલ્લાખાન પઠાણ રહે મુલતાનપુરા બાલાસીનોર તા બાલાસીનોર વાળાઓના ઘરે સંતાડી રાખી તમામે ભેગા થઇ આ ચોરી કરેલ રીક્ષા ના બોડી સ્પેરપાર્ટસ અલગ અલગ કરી રીક્ષા ની બોડી નો ભાગ બાલાસીનોર જી.આઇ.ડી.સી માં ગેસ વેલ્ડીગની દુકાન ધરાવતા (૫) આરીફમીયા હબીબીયા કાજી રહે બાલાસીનોર મુલ્લાવાડા વીજય ટોકીજની બાજુમા તા બાલાસીનોર જી મહીસાગર નાઓના ત્યાં કટીંગ કરાવી બોડી ના નાના-નાના ટુકડાઓ કરી તેને ભંગાર માં વેચી મારવાની ફીરાક માંહતા તેમ જણાવેલ હતુ.જે તપાસ દરમ્યાન આ કામના સહ આરોપી નં (૩) અલ્પેશકુમાર રમેશભાઇ ચૌહાણ રહે નવગામા તા બાલાસીનોર જી મહીસાગર નાઓના ઘરેથી આ કામની ચોરાયેલ રીક્ષાની બોડી નો ભાગ જે કટીંગ કરી નાખેલ તે બોડીના ટુકડાઓ કિ રૂ ૨૫,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબ્જે કરી આ અનડીટેકટ વાહન ચોરી નો ગુન્હો ડીટેક્ટ કરવાની કામગીરી કરેલ છે. ચોરાયેલ રીક્ષા ના બોડીના કટીંગ કરેલ પાર્ટ કિ રૂ ૨૫ હજાર આરોપી પાસેથી મુદ્દામાલ કબ્જે કરેલ છે.
*પકડાયેલ આરોપીનુ નામ અને સરનામાં* (૧) સુરેશભાઇ મોહનભાઇ ચૌહાણ (૨) સંજયભાઇ કાભઇભાઇ ચૌહાણ રહે બન્ને રતુસિહ ના મુવાડા તા.બે વણાકબોરી (૩) અલ્પેશકુમાર રમેશભાઇ ચૌહાણ રહે નવગામા તા બાલાસીનોર જી મહીસાગર (૪) આરીફમીયા હબીબમીયા કાજી રહે બાલાસીનોર મુલ્લાવાડા વીજયટોકીજ ની બાજુમા તા બાલાસીનોર જી મહીસાગર. જ્યારે *વોન્ટેડ આરોપી*
(૧) હબીબઉલ્લાખાન સમીઉલ્લાખાન પઠાણ રહે મુલતાનપુરા, મહંમદી કોલોની, બાલાસીનોર
*શું હતી ગુન્હો કરવાની મોડ્સ ઓપરેન્ડી:* વાહન ચોરી કરી તેને કટીંગ કરાવી તેના સ્પેરપાર્ટ છુટકમાં વેચી મારવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આમ ગણતરીના દીવસોમાં બાલાસીનોર ટાઉન પોલીસને વાહન ચોરી ડીટેકટ કરવાની સફળતા મળી છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.