નાગપંચમીના દિવસે સોમવાર શ્રાવણ વદ પાંચમના સમસ્ત કોઠીગામ દ્વારા લોકમેળાનું આયોજન - At This Time

નાગપંચમીના દિવસે સોમવાર શ્રાવણ વદ પાંચમના સમસ્ત કોઠીગામ દ્વારા લોકમેળાનું આયોજન


જસદણ તાલુકાના કોઠીગામનું શ્રી ખેતલિયાદાદા મંદિરે આવતી નાગપંચમીના દિવસે તા.૪ સપ્ટેમ્બર સોમવાર શ્રાવણ વદ પાંચમના સમસ્ત કોઠીગામ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જસદણ શહેરથી આશરે ૮ કિ.મી. દુર કોઠીગામનું શ્રી ખેતલિયાદાદાનું મંદિર આજે કોઠીધામથી તરીકે ઓળખાય છે. સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે.જસદણ તાલુકાનું કોઠીગામનું અલૌકિક અતિ સુંદર ભવ્યતા અનુભવાય તેવું જોવા લાયક સ્થળ એટલે શ્રી ખેતલીયા દાદાનું મંદિર. કોઠીગામમાં વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે સમસ્ત કોઠીગામ દ્વારા ચાર પ્હોરની આરતી ઉતારવામાં આવે છે. સવારમાં રામધૂન રેલી યોજી મંદિરે ભાવિકભકતો દાદાના દર્શન કરે છે. પુજા અર્ચના રાત્રે ભજનનું આયોજન કરવામાં આવશે. શ્રી ખેતલિયાદાદાનું મંદિરના પૂજારી જીતુબાપુ ગોંડલિયા દ્વારા દાદાની આરતી ઉતારવામાં આવશે લોકમેળા જસદણ તાલુકાના આસપાસ વિસ્તારના ભાવિકભકતોને શ્રી ખેતલિયાદાદાનું મંદિરના જીતુબાપુ ગોંડલિયા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.